શ્રાવણ મહિનો આવે એટલે થોડા બુદ્ધીવાદીઓ તરફથી સોસિઅલ મિડિયા પર એવા મતલબના મેસેજ ફરતા હશે કે શિવજી પર દૂધ વેડફશો નહિ ગરીબોના પેટમાં જાય તેવું કરો. જો કે મારા પર તો આવો કોઈ મેસેજ આવ્યો નથી. મેં પોતે વર્ષો પહેલા બરોડામાં કોઈ મહાદેવના મંદિરે આવી રીતે થોડા લોકોને ઉભેલા જોએલા, તેઓ ભક્તોને સમજાવી એક મોટા વાસણમાં દૂધ એકઠું કરતા હતા. હું પોતે અંગત રીતે ભીખ આપવામાં માનતો નથી. જે ભીખારીઓ કાયમ ભીખ માંગતા હોય છે તેઓને ટેવ પડી ગઈ હોય છે ભીખ માંગવાની. એમને તમે કહેશો ચાલ આટલું કામ કરી આપ તને પૈસા આપીશ તો ઊભો નહિ રહે ભાગી જશે. મેં એવા અખતરા કરેલા છે. જ્યારે એક આદિવાસી દંપતીને પૈસાની જરૂર હશે તો મને કહે કોઈ કામ બતાવો તે કામનાં બદલામાં મને ૫૦ રૂપિયા આપજો. હું એને ઓળખતો હતો અને તે અમારા બરોડાના મકાનનું કામ ચાલતું હતું ત્યારે સ્થળ ઉપર રહીને જ બંને જણા ત્યાં મજુરી કામ કરતા હતા. મેં કહ્યું મારી પાસે હાલ કોઈ કામ નથી તું તારે ૫૦ રૂપિયા લઈ જા. પણ કહે ના કોઈપણ કામ બતાવો તે કરીને પછી જ પૈસા લઈશ. મારે ના છુટકે મારા ભાઈના ઘરનું સફાઈ કામ કરવાનું બતાવવું પડ્યું. આવા જરૂરિયાત વાળા માનવોને ભીખ ર...