ભારતમાતા
ભારતમાતા કોઈ સદેહે હરતી ફરતી સ્ત્રી નથી. આ એક વિભાવના છે. મૂળ તો જમીનનો એક બહુ મોટો ટુકડો જ છે. પણ એ જમીનનો એક ટુકડો માત્ર નથી. એના ઉપર ઉગેલું ધાન ખાઈને જીવન ટકાવીએ છીએ. માતૃભૂમિ મધરલેન્ડ પ્રત્યે એક માતા સરીખું માન હોય છે. માતા ધવડાવીને બાળકને મોટું કરે છે તેમ મધરલેન્ડ પર ઉગેલું અનાજ ખાઈ મોટા થઈએ છીએ. માટે ધરતીને માતા કહીએ છીએ. એક ભાવ છે. માતા તરીકે એક પ્રતિક છે. જનમ આપનારી માતા માટે કોઈ મૂરખને જ માન ના હોય. એમ જ માતૃભૂમિ માટે કોઈ મૂરખનેજ માન નાં હોય. વંદે માતરમ નો સીધોસાદો અર્થ શું થાય? માતાને વંદન. કોઈ મુસલમાન એની માતાને આદાબ નહિ કહેતો હોય? ભારત માતા શું છે? ભારત નામના દેશની જમીન, કે તે જમીનમાંથી પાકેલું અનાજ ખાઈને જીવીએ છીએ. માતા ધવડાવીને જીવાડે છે તેમ આ જમીન એમાંથી અનાજ પકવીને જીવાડે છે. તો એને માતાનું પ્રતીક માન્યું તો એમાં વાંધો શું આવ્યો અને એની જય બોલાવી તો વાંધો શું પડ્યો? મૂરખાઓ છે જે આવા શાબ્દિક અર્થ-અનર્થ કરી વિવાદ ખડા કરે છે. અરે ભાડાના ઘર પ્રત્યે પણ મમતા બંધાઈ જતી હોય છે તો આતો તમારી માતૃભૂમિ છે. માતાની છાતીમાંથી દૂધના ફુવારા ઉડે છે અને ધરતી માતાન...