Posts

ભારતમાતા

ભારતમાતા કોઈ સદેહે હરતી ફરતી સ્ત્રી નથી. આ એક વિભાવના છે. મૂળ તો જમીનનો એક બહુ મોટો ટુકડો જ છે. પણ એ જમીનનો એક ટુકડો માત્ર નથી. એના ઉપર ઉગેલું ધાન ખાઈને જીવન ટકાવીએ છીએ. માતૃભૂમિ મધરલેન્ડ પ્રત્યે એક માતા સરીખું માન હોય છે. માતા ધવડાવીને બાળકને મોટું કરે છે તેમ મધરલેન્ડ પર ઉગેલું અનાજ ખાઈ મોટા થઈએ છીએ. માટે ધરતીને માતા કહીએ છીએ. એક ભાવ છે. માતા તરીકે એક પ્રતિક છે. જનમ આપનારી માતા માટે કોઈ મૂરખને જ માન ના હોય. એમ જ માતૃભૂમિ માટે કોઈ મૂરખનેજ માન નાં હોય. વંદે માતરમ નો સીધોસાદો અર્થ શું થાય? માતાને વંદન. કોઈ મુસલમાન એની માતાને આદાબ નહિ કહેતો હોય? ભારત માતા શું છે? ભારત નામના દેશની જમીન, કે તે જમીનમાંથી પાકેલું અનાજ ખાઈને જીવીએ છીએ. માતા ધવડાવીને જીવાડે છે તેમ આ જમીન એમાંથી અનાજ પકવીને જીવાડે છે. તો એને માતાનું પ્રતીક માન્યું તો એમાં વાંધો શું આવ્યો અને એની જય બોલાવી તો વાંધો શું પડ્યો? મૂરખાઓ છે જે આવા શાબ્દિક અર્થ-અનર્થ કરી વિવાદ ખડા કરે છે. અરે ભાડાના ઘર પ્રત્યે પણ મમતા બંધાઈ જતી હોય છે તો આતો તમારી માતૃભૂમિ છે. માતાની છાતીમાંથી દૂધના ફુવારા ઉડે  છે અને ધરતી માતાન...

જગતનો તાત આત્મહત્યાને રસ્તે

Image
જગતનો તાત આત્મહત્યાને રસ્તે (વૈષમપાયણ મુનિ એણી પેર બોલ્યા) વર્ષો જૂની આદત એટલે સ્વર્ગવાસી મહારાજા જનમેજય, સ્વર્ગવાસી મુનિ વૈષમપાયણનાં આશ્રમમાં રાબેતામુજબ પ્રાતઃકાળે પહોચી ગયા અને વંદન કરી આજે મુનિ કઈ કથા સંભળાવશે તેની રાહ જોવા લાગ્યા. વૈષમપાયણ મુનિને પણ ખબર કે આ રાજા જનમેજયને મારી કથા સાંભળ્યા વગર સવારની ચા ગળે નહિ ઉતરે. એટલે મહામન વ્યાસજીની જેમ કશી ઔપચારિકતા, અરે મિત્રો ફોર્માલીટી દાખવ્યા વગર મુનિએ ત્વરિત કથા શરુ કરી જ દીધી. હે રાજન ! જંબુદ્વિપમાં આજકાલ પ્રણોબ મુખોર્ય નામના રાજા ફક્ત નામનું રાજ કરી રહ્યા છે. ખરું રાજ તો એમના મહાઅમાત્ય મહામહિષી મહેન્દ્ર મુખી કરી રહ્યા છે. આમ તો આ મહેન્દ્ર મુખી જંબુદ્વિપનાં એક ગુજરાત નામના પ્રાંતનો સૂબો એટલે કે વહીવટદાર માત્ર હતો પણ બોલવામાં બહુ હોશિયાર અને કાવાદાવામાં માહેર એટલે એના ગુરુજીના પગ કાપી આખા જંબુદ્વિપનો મહાઅમાત્ય બની બેઠો. આમેય જંબુદ્વિપમાં ક્ષત્રિય રાજાઓનો સૂર્ય સદંતર આથમી ચૂક્યો છે. હવે ત્યાં જનપદ નામની વ્યવસ્થા ચાલી રહી છે. એટલે જેની જિહ્વા કાબેલ હોય તેવાં લોકો મત મેળવી રાજગાદી પર આવી શકતા હોય છે ભલે એમના બાપદાદાઓએ સ...

શિક્ષક : માણસ કે મશીન

Image

શ્રાવણ મહિનો

Image
શ્રાવણ મહિનો આવે એટલે થોડા બુદ્ધીવાદીઓ તરફથી સોસિઅલ મિડિયા પર એવા મતલબના મેસેજ ફરતા હશે કે શિવજી પર દૂધ વેડફશો નહિ ગરીબોના પેટમાં જાય તેવું કરો. જો કે મારા પર તો આવો કોઈ મેસેજ આવ્યો નથી. મેં પોતે વર્ષો પહેલા બરોડામાં કોઈ મહાદેવના મંદિરે આવી રીતે થોડા લોકોને ઉભેલા જોએલા, તેઓ ભક્તોને સમજાવી એક મોટા વાસણમાં દૂધ એકઠું કરતા હતા. હું પોતે અંગત રીતે ભીખ આપવામાં માનતો નથી. જે ભીખારીઓ કાયમ ભીખ માંગતા હોય છે તેઓને ટેવ પડી ગઈ હોય છે ભીખ માંગવાની. એમને તમે કહેશો ચાલ આટલું કામ કરી આપ તને પૈસા આપીશ તો ઊભો નહિ રહે ભાગી જશે. મેં એવા અખતરા કરેલા છે. જ્યારે એક આદિવાસી દંપતીને પૈસાની જરૂર હશે તો મને કહે કોઈ કામ બતાવો તે કામનાં બદલામાં મને ૫૦ રૂપિયા આપજો. હું એને ઓળખતો હતો અને તે અમારા બરોડાના મકાનનું કામ ચાલતું હતું ત્યારે સ્થળ ઉપર રહીને જ બંને જણા ત્યાં મજુરી કામ કરતા હતા. મેં કહ્યું મારી પાસે હાલ કોઈ કામ નથી તું તારે ૫૦ રૂપિયા લઈ જા. પણ કહે ના કોઈપણ કામ બતાવો તે કરીને પછી જ પૈસા લઈશ. મારે ના છુટકે મારા ભાઈના ઘરનું સફાઈ કામ કરવાનું બતાવવું પડ્યું. આવા જરૂરિયાત વાળા માનવોને ભીખ ર...

ગુજરાતી ભાષા વિશે

Image

શિક્ષણ નું સ્તર સુધારી શકાય

Image

Narsinh Mehta

Image
Narsinh Mehta  is well known all over India as a bhakta–poet. His devotional bhajans are sung to this day – mostly in Gujarat and Saurashtra – since he wrote them in Gujarati. He was born in a Nagar Brahmin family, in Talaja, a village near Junagadh in 1414. Scholars give slightly varying versions of certain episodes, dates and names regarding his life. He was either born dumb, or had a speech disorder. By the age of five his parents expired. So his grandmother, Jayakunvar, raised him. His brother Bansidhar, seventeen years older than Narsinh, had a wife named Gauri. Narsinh often used to accompany his grandmother to the Hatkeshwar Mahadev mandir for darshan and to listen to bhajans. Once when he was eight–years–old, Jayakunvar approached an ascetic at the mandir. The ascetic glanced at little Narsinh and prophesied that he would become a great bhakta. But Jayakunvar informed him of the boy’s handicap. The ascetic then gave him a herb and asked him to chant, Radhe Krish...